અમારા વિશે

શ્રી બરડાદેવ દેવળીયા પરિવાર ટ્રસ્ટની ગાથા

આસ્થા, સંસ્કાર અને સમુદાય સાથેના સહયોગને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટે વર્ષોથી ધાર્મિક અને સામાજિક સેવા કાર્યને દિશા આપી છે.

ટ્રસ્ટનો પરિચય

પરિવારથી સમાજ સુધીની સેવા

શ્રી બરડાદેવ દેવળીયા પરિવાર ટ્રસ્ટ, સુત્રાપાડાની પવિત્ર ધરા પર સ્થાપિત સંસ્થા છે જેનો મુખ્ય આશય ભક્તિ અને સેવાકાર્ય દ્વારા સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનો છે. મંદિર અને ટ્રસ્ટ બંને ભક્તો માટે આધ્યાત્મિક કેન્દ્ર અને એકતાનું પ્રતિક છે.

ટ્રસ્ટ પરિવારજનો, ભક્તમંડળ અને દાતાશ્રીઓના સહયોગથી ધાર્મિક પ્રસંગો, સમાજહિત કાર્યક્રમો અને પરંપરાગત મૂલ્યોને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

ટ્રસ્ટનો ઇતિહાસ

પરંપરાની અવિરત યાત્રા

પરિવારિક આસ્થાનું સંગઠન

દેવસ્થાન સાથે જોડાયેલા પરિવારો દ્વારા સમૂહિક ભક્તિ અને સેવા પ્રવૃત્તિઓનો આરંભ.

ટ્રસ્ટ રચના અને જવાબદારી

વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા સુવ્યવસ્થિત ધાર્મિક-સામાજિક આયોજન.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૬

૧૧-૧૩ મે ૨૦૨૬નો ઐતિહાસિક મહોત્સવ પૂર્ણ કરીને ડિજિટલ વારસાની શરૂઆત.

ધ્યેય અને મૂલ્યો

ટ્રસ્ટનું દિશાદર્શન

આધ્યાત્મિકતા અને સમાજસેવાને સંતુલિત રીતે આગળ ધપાવવું એ ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય છે.

ધ્યેય

ધાર્મિક સંસ્કાર, સમરસ સમાજ અને સેવા ભાવનાનો વિસ્તાર.

મૂળ મૂલ્યો

ભક્તિ, પારદર્શિતા, સમર્પણ અને પરસ્પર સન્માન આધારિત કાર્યશૈલી.

સમુદાય પ્રતિબદ્ધતા

પરિવાર, યુવા અને વડીલ સૌને સાથે લઈને સક્રિય સમાજરચના.

મંદિર / દેવસ્થાન માહિતી

આધ્યાત્મિક કેન્દ્રનું મહત્વ

મિત્રો , ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા થી માત્ર બે કિલોમીટર દૂર આવેલું બરડા દેવ બાપા નું મંદિર ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક છે. મિત્રો બરડા દેવ બાપા ના મંદિર નો ઇતિહાસ 1200 વર્ષ જૂનો છે. મિત્રો એક લોકવાયકા મુજબ કહેવાય છે કે બરડા દેવ બાપા ના મંદિર નું નિર્માણ છે તે એક જ દિવસની અંદર બનાવવાનું હતું. પરંતુ જ્યારે મંદિરનું મીંડુ છે તે ચડાવવામાં આવતું હતું ત્યારે દિવસ આથમી જાય છે અને મંદિરનું મીંડું છે તે નીચે દડ દડ તું પડે છે અને કુંભારના છોકરાનું મસ્તક છે તે ધડથી અલગ થઈ જાય છે.

મંદિર માત્ર દર્શનસ્થળ નહીં પરંતુ સમૂહ પ્રેરણા કેન્દ્ર છે જ્યાંથી સેવા, સંસ્કાર અને સમરસતાની ભાવના વિકસે છે.

શ્રી બરડાદેવ મંદિરનું દ્રશ્ય
અગાઉ શું જુઓ?

ટ્રસ્ટની સક્રિય દિશામાં આગળ વધો

મહોત્સવ સ્મૃતિ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૬ના ફોટો અને વિડિયો આર્કાઇવ જુઓ.

સ્મૃતિ વિભાગ →

સેવા / દાન

સમાજહિત અને મંદિર પ્રવૃત્તિઓમાં આપનો સહયોગ ઉમેરો.

દાન વિગત →

કૉલ માર્ગ દાન