મહત્વપૂર્ણ જાહેરાતો
ચોથી પુનમનું નિમંત્રણ — 26/9/2026 (શનિવાર)
જય બરડા દેવ બાપા! આથી સર્વે રાઠોડ દેવળીયા અને ગાજરિયા પરિવારના તમામ સભ્યોને જણાવવાનું છે કે તારીખ 26/9/2026 (શનિવાર) ના રોજ સવારે 11:00 વાગ્યે બરડા દેવ બાપા ની ધજા તેમજ પૂનમ ભરવાનું રાખેલ છે.
પુનમના દાતાશ્રીઓ, મુંબઈ નિવાસી: દેવજીભાઈ કરસનભાઈ દેવળીયા, લખમણભાઈ સીદીભાઈ દેવળીયા, વિનોદભાઈ કરસનભાઈ દેવળીયા તથા ગીરીશભાઈ નાનજીભાઈ દેવળીયા પરિવાર છે.
તમામ પરિવારના સભ્યોને ખાસ હાજરી આપવા વિનંતી છે. ધજા બાદ સૌ સાથે ખીચડી પ્રસાદ રાખેલ છે. તમામ ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓને પણ ખાસ હાજરી આપવા વિનંતી છે.
નિમંત્રકઃ શ્રી બરડા દેવ દેવળીયા પરિવાર ટ્રસ્ટ, સુત્રાપાડા
શ્રી બરડાદેવ દેવલીયા પરીવાર ટ્રસ્ટ સુત્રાપાડા
વાર્ષિક સંમેલન અને બરડાદેવ બાપા નુ હવન તારીખ - મહા સુદ છઠ્ઠ — 12 ફેબ્રુઆરી 2027
શ્રી બરડાદેવ દેવલીયા રાઠોડ ગાજરીયા પરીવારને સહર્ષ જણાવાનુ કે બરડાદેવ બાપાની તિથી અને હવન મહા સુદ છઠ્ઠ — 12 ફેબ્રુઆરી 2027ના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રાખેલ છે. તો સમસ્ત દેવલીયા રાઠોડ ગાજરીયા સહ પરિવાર પધારવાનું રહેશે.
ખાસ નોંધ
ઘણા સમયથી આપણા સમસ્ત દેવલીયા રાઠોડ ગાજરીયા પરિવાર દ્વારા એક સપ્તાહનું આયોજન કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેથી બધા જ લોકો હાજરી આપે તેવી વિનંતી, જેથી આપણે સૌ લોકો સાથે મળી આ ચર્ચા પર નિર્ણય લઈએ. બધા પરિવારોએ ખાસ આમંત્રણ માનવું.
નમ્ર નિવેદન - સમાજ હિત માટે ખાસ વિનંતી
ટ્રસ્ટી મંડળના ઠરાવ મુજબ બાવળીના બાળ-ગોપાળ (મુંડન), દીકરીઓના લગ્ન બાદ છેડા-છોડી વિધિ તેમજ અન્ય માનતાના પ્રસંગે મંદિરે પધરામણી વખતે ટ્રસ્ટના વિકાસ માટે ઓછામાં ઓછી રૂ. ૨૫૧/- ફાળવણી કરવી વિનંતી છે.
ફાળવણી ટ્રસ્ટના કાર્યકર્તા ભાઈ અથવા પુજારીશ્રીને આપી ટ્રસ્ટની પાકી પહોંચ અવશ્ય લેવી.
અન્ય પરિવારના ભાઈઓ અને દર્શનાર્થીઓને પણ પોતાની શક્તિ મુજબ દાનનો અંશ આપી સંસ્થાના વિકાસમાં સહભાગી થવા વિનંતી.